ઈસબગોલ બીજ
ઈસબગોલ બીજ એ સીધે સીધી ખેત પેદાશ છે . ઈસબગોલ પકવી ખેડૂતો બીજ સ્વરૂપે માલ બજારમાં લાવતા હોય છે ( તેને મશીનમાં પ્રોસેસ કરી ઉપરનું છોતું જુદું કરવામાં આવે છે તેને સત ઈસબગોલ કહેવાય છે ) ઈસબગોલ બીજ નું ઉપરનું પડ તુરંતજ પાણી શોષીને વજનમાં ભારે થઇ જાય છે અને તેની સપાટી ચીકણી સરકવાવાળી થઇ જાય છે . આનો પ્રયોગ ૧ ગ્લાસ પાણીમાં ૧૦ થી ૧૫ ગ્રામ ઈસબગોલ સીડને થોડીવાર પાલડી ચમચીથી હલાવી દાણા સહીત પી જવાનું હોય છે . વજનમાં ભારે તથા સપાટી સરકાવવાળી હોવાથી તે આંતરડામાંથી મળ ને સાથે લઇ ને નીકળી જાય છે . ઘણા લોકો ને સત ઈસબગોલ ઓછું માફક આવે છે તેમને એક વખત ઈસબગોલ બીજ વાપરી જોવું જોઈએ . કુદરતી પેદાશ હોવાથી તેમજ સંપૂણ સફાઈ કરેલ હોવાથી એની કોઈ આડ અસર હોતી નથી ફક્ત પ્રમાણ તમારા શરીરને કેટલું અનુકૂળ આવે છે તે જોવાનું રહે છે .