ઈસબગોલ બીજ
ઈસબગોલ બીજ એ સીધે સીધી ખેત પેદાશ છે. ઈસબગોલ પકવી ખેડૂતો બીજ સ્વરૂપે માલ બજારમાં લાવતા હોય છે (તેને મશીનમાં પ્રોસેસ કરી ઉપરનું છોતું જુદું કરવામાં આવે છે તેને સત ઈસબગોલ કહેવાય છે) ઈસબગોલ બીજ નું ઉપરનું પડ તુરંતજ પાણી શોષીને વજનમાં ભારે થઇ જાય છે અને તેની સપાટી ચીકણી સરકવાવાળી થઇ જાય છે. આનો પ્રયોગ ૧ ગ્લાસ પાણીમાં ૧૦ થી ૧૫ ગ્રામ ઈસબગોલ સીડને થોડીવાર પાલડી ચમચીથી હલાવી દાણા સહીત પી જવાનું હોય છે. વજનમાં ભારે તથા સપાટી સરકાવવાળી હોવાથી તે આંતરડામાંથી મળ ને સાથે લઇ ને નીકળી જાય છે. ઘણા લોકો ને સત ઈસબગોલ ઓછું માફક આવે છે તેમને એક વખત ઈસબગોલ બીજ વાપરી જોવું જોઈએ. કુદરતી પેદાશ હોવાથી તેમજ સંપૂણ સફાઈ કરેલ હોવાથી એની કોઈ આડ અસર હોતી નથી ફક્ત પ્રમાણ તમારા શરીરને કેટલું અનુકૂળ આવે છે તે જોવાનું રહે છે.
Comments
Post a Comment